DAHOD
ગરબાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસતા કુદરતી આફતે મૃત્યુ પામનારના પરિવારજનોને તાલુકા પંચાયત પ્રમુખ હસ્તે સહાય ને ચેક અર્પણ કરાયો

તા.૨૦.૦૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ગરબાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસતા કુદરતી આફતે મૃત્યુ પામનારના પરિવારજનોને તાલુકા પંચાયત પ્રમુખ હસ્તે સહાય ને ચેક અર્પણ કરાયો
ગરબાડા તાલુકાના અભલોડ ગામે તા. ૧૫/૦૩/૨૦૨૩ નાં રોજ સાંજે વાવાઝોડા નાં કારણે ઝાડ પડવાથી ઈશ્વરભાઈ હુસેનભાઇ મંડોડ રહે. ગુલબાર નું મરણ નીપજ્યું હતું તથા તા.૧૭/૦૩/૨૦૨૩ નાં રોજ વીજળી પડવાથી ટુકિવજુ ગામ ના રહીશ મનુભાઈ લાલજીભાઈ ખરાડ નું મરણ થયેલ.સદર બંને કિસ્સામાં મે. સરકાર શ્રીના ધારાધોરણો અનુસાર રૂ.૪,૦૦,૦૦૦ ની મળવાપાત્ર સહાય મે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મંજુર કરવામાં આવતાં અસરગ્રસ્ત નાં પરિવારજનોને સહાય નાં ચેક ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખનાં હસ્તે તેમના ઘરે જઈ અર્પણ કરવામાં આવ્યા. આમ બંને બંને કિસ્સાઓમાં કુલ ૮,૦૦,૦૦૦ ની સહાયના ચેક પરિવારજનોને આપવામાં આવ્યો
[wptube id="1252022"]








