
તા.૧૭.૦૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદનાં ગરબાડા પીએચસી ગાંગરડી ખાતે ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનુ વિતરણ
દાહોદનાં ગરબાડા પીએચસી ગાંગરડી ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પીએચસીના મેડિકલ ઓફિસર Dr દીપ્તિ રાઠોર, Dr હરેશ પરમાર,Dr દિશા પસાયા,પીએસસી સુપરવાઇઝર રાકેશ રાઠોડ, એમપીએચડબલ્યુ, એફ એચ ડબલ્યુ, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, એલટી, નલવાઈ, ટૂંકી વજુ, ગાંગરડી, ભરસડા ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહીને પીએચસી વિસ્તારના ૧૧ દર્દીને પોષણ સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન સફળ બનાવવા માટે દરેક વ્યક્તિ જોડાય તેવુ આહવાન કરવામાં આવ્યું હતું








