DAHOD

દાહોદ ના પરેલમાં આવેલ સનાતન મંદિર પર મહિલાઓનો દશામાં પૂજન કરવાં વહેલી સવારથી ઘસારો 

તા.૧૭.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

દાહોદ ના પરેલમાં આવેલ સનાતન મંદિર પર મહિલાઓનો દશામાં પૂજન કરવાં વહેલી સવારથી ઘસારો

હોળી પછી આવતી દસમના દિવસે દશામાંની વ્રત, કથા તેમજ પવિત્ર સુતરનો દોરો લઈ પૂજા કરે છે

દાહોદ ના સનાતન મંદિર ખાતે અડધી રાત્રિ થી મહિલાઓ દશામાંની વ્રત, પૂજા કરવા અહીં આવતી હોય છે. અડધી રાત્રિ થી આવતી મહિલાઓ બાદ આખાં દિવસ દરમ્યાન દાહોદ ના સનાતન મંદિર ખાતે મહિલાઓ પૂજા કરવા આવતી જોવા મળે છે.

હોળી પછી આવતી દશમ ને દશામાંની દશમ તરીકે મહિલાઓ માનતી હોય છે. જેથી હોળી પછીની દશમ એટલે કે આજ રોજ તારીખ 17-03-2023 શુક્રવારના રોજ મહિલાઓ સોળ શણગાર કરી નગરના  દાહોદ ના સનાતન મંદિર પર આવે છે અહીં આવી મહિલાઓ પીપળા ની પૂજા કરે છે તેમજ સૂતર ના દોરા સાથે પીપળા ની ફેરી ફરે છે ત્યારબાદ મહિલાઓ પૂજા કરી બાર મહિનાની પૂજા પેટે દશામાંનો દોરો લે છે અને દશામાંની કથા સાંભળે છે. મહિલાઓ દશામાંની પૂજા કરતા પરિવારના સહુ સભ્યોના સારા આરોગ્ય સુખાકારી તેમજ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

[wptube id="1252022"]
Back to top button