DANGWAGHAI

ડાંગ: સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વઘઇ અને આગાખાન સહયોગથી આંતર રાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

લિંગ સમાનતા માટે નવીનતા અને ટેકનોલોજી છે. મહીલા દિવસની ઉજવણી સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇ દ્વારા વઘઈ ખાતે કરવામાં આવીજેમાં સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશનના પ્રમુખશ્રી તારાબેન કે પવાર તથા ફેડરેશનના હોદેદાર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.જેમાં આમંત્રિત મહીલા સહાયતા કેન્દ્ર વઘઈ ,પોલીસ વિભાગમાંથી જી.આર.ડી બહેનો, મહીલા અને બાળ વિકાસ વિભાગ,નારી અદાલત,વલ્ડ વિઝન , બ્રમ્હ કુમારીઝ તથા શ્રી આત્મ નિર્ભર ખેડૂત પ્રોડ્યુસર કંપની લિ. વઘઈ ના પ્રતિનિધીશ્રી હાજર રહ્યા હતા.મહીલા દિવસના જાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી. મહીલા સમાનતા, મહીલા સશક્તિકરણ લિંગ સમાનતા ,બાલ લગ્ન અટકાવો, મહીલા સંગઠનનું મહત્વ, સમમાજીક સુરક્ષા , મહીલાઓના હક્કો અને અધિકારો અને સામાજીક મુદાઓ સાથે અને સંગઠનના ગીતો, સૂત્ર ઉચ્ચાર કરી. મહારેલીનું આયોજન કરવામાં આવ્યું.તથા લિંગ સમાનતા તરફ થયેલી પ્રગતિ તેમજ મહીલાઓને જીવનના તમામ ક્ષેત્રોમાં સમાન તકો અને અધિકારો મળે. તે સુનિશ્ચિત કરવા માટે હજુ પણ જરૂરી કાર્ય પર પ્રતિબિંબિત કરવા એક તક છે.સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇના કર્મચારી બેહનો જેમ કે પેરાવર્કર નાગરિક મિત્ર, પશુસખીબેહનો દ્વારા અલગ અલગ સાંકૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું . જેમાં સરવર ગામનાં સહેલી જુથનાં બેહનો દ્વારા પ્રાર્થના અને સ્વાગત કરવામાં આવ્યું, રંભાસ પંચાયતના જામલાપાડા અને રંભાસ ગામનાં બહેનો દ્વારા ગરબો ,ભેસકાત્રી ગામનાં સરખી સહેલી જુથનાં બહેનો દ્વારા ગામિત નૃત્ય, સાવરખડી ગામનાં બહેનો દ્વારા ડાંગી નૃત્ય, ખાતળ ગામનાં સહેલી જુથનાં બહેનો દ્વારા ડાંગી નૃત્ય,ચિચિનાંગાવઠા ગામનાં સાક્ષી જુથનાં બહેનો દ્વારા તારા નૃત્ય કરી. પ્રોગ્રામને વધુ ઉત્સાહિત બનાવી મનાવવામાં આવ્યો . અને સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇનાં કમિટી બહનોને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યાં

ત્યારબાદ સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇનનાં ફેડરેશન ઈન્ચાર્જ ડેવલોપમેન્ટ ઓર્ગેનેઝર તરીકે ફરજ બજાવનાર અરુણાબેન આર વસાવા અને ટીમ દ્વારા સામાજીક સુરક્ષા ,મહીલા સશક્તિકરણ, મહીલાઓના હક્કો અને અધિકારો અને સામાજીક મુદાઓ સાથે કાર્ય કરીશું.તે રીતે માર્ગદર્શન આપી,નિયમિત થતી સંગઠનની મિટિંગમાં આયોજન કરવાં કહી વઘુ ને વઘુ સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વઘઇનનાં બહેનો પોતાનું નામ રોશન કરે. તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી .

ત્યારબાદ સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વઘઇનનાં મંત્રી તરીકે ફરજ બજાવનાર મનીષાબેન રવિન્દ્રભાઈ જાદવ અને સમર્થ જાગૃતિ મહિલા ફેડરેશન વધઇનનાં કમિટી બહેનોવતી આમંત્રીત મહેમાનોનો અને સહયોગ કરનાર આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત ટીમનો સૌનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમ અહીં પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button