
13 માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
કોરોના કાળમાં રજામાં કરેલ કામગીરીનો પગાર મળતા સન્માન સાથે હક્ક મળ્યાનો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો.
ભુજ કચ્છ :- પંચાયત હસ્તકના આરોગ્ય કાર્યકરોએ વિવિધ મુદ્દાઓ પર આંદોલન કર્યા પછી લાંબી લડતના અંતે રાજ્ય સરકારે કર્મચારીઓની ચાર માંગણીઓનો સ્વીકાર કરી ઠરાવ બહાર પાડ્યા હતા જેમાં કચ્છના ચાર કેડરોના તમામ આરોગ્ય કાર્યકરોને તાજેતરમાં કોરોના સમયગાળા દરમિયાન કરેલી ફરજ માટે 130 દિવસનો પગાર ચુકવવામાં આવતા સન્માન સાથે હક્ક મળ્યાનો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવકવેરાની ગણતરીને કારણે માર્ચ મહિનાનો પગાર મોડો થતો હોય છે ત્યારે ચાર મહિના (130 દિવસ)નો પગાર એક સાથે મળતા આ વખતે ધૂળેટીનો તહેવાર રંગબેરંગી બની ગયો હતો. અને આ વખતે કર્મચારીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે તહેવારનો આનંદ માણ્યો હતો.આ સમગ્ર પ્રક્રિયા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફુલમાળી, હિસાબી અધિકારી કલ્પેશ પટેલ, પગાર શાખાના વહીવટી અધિકારી ડૉ.અમીન અરોરાના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફ મૌલિક પટેલ, શિલ્પાબેન ગોર, રિયાઝભાઈ, ઘનશ્યામભાઈ, યોગેશભાઈ અને હિસાબી શાખાના પાર્થભાઈ અને કામિનીબેન દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ તાલુકા આરોગ્ય અધિકારી અને સિનિયર ક્લાર્ક તથા સાથ – સહકાર આપનાર નામી – અનામી અધિકારીઓ અને કર્મચારીઓનો સહયોગ સાંપડ્યો હતો તે બદલ કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયા, મુખ્ય સંયોજક દેવુભા વાઘેલા, મહામંત્રી કલ્પનાબેન મહેતા, નર્સિંગ મંડળના પ્રમુખ ક્રિષ્નાબા જાડેજા અને પુરુષ આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ ભરતભાઈ ડોડિયાએ આભારની લાગણી વ્યક્ત કરતા ખાતરી આપી હતી કે કચ્છના આરોગ્ય કાર્યકરો ભવિષ્યમાં કોરોના જેવી કોઈપણ ગંભીર બીમારીના સમયે લોકોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેશે.








