HALOLPANCHMAHAL

જાંબુઘોડા ની ધી સેકન્ડરી સ્કૂલ ખાતે આયુષ્યમાન મા કાર્ડ કેમ્પ યોજાયો.

તા.૧૧.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદિર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલ ધી સેકન્ડરી સ્કૂલ ખાતે આયુષ્યમાન માં કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં જાંબુઘોડા ના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ,તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ વિક્રમ બારીયા, મેડિકલ ઓફિસર પારુલ રાઠવા, હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશ ગંજેલિયા, તેમજ ધી સેકન્ડરી સ્કૂલના આચાર્ય વિરેન્દ્ર બારીયા, સહિત મેડિકલ ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી કાર્યકર્મને દીપ પ્રાગટ્ય કરી તેમજ હાજર મહાનુભવો નું પુષ્પગુચ્છ આપી સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાથી કેટલીક ગંભીર બીમારીઓમાં થતા કેટલાક ફાયદાઓ વિશે ની પ્રજાને માહિતી પણ આપવામાં આવી હતી અને આ આયુષ્યમાન કેમ્પમાં સ્થળ ઉપર જ જે લાભાર્થીઓને કાર્ડ ના હોય તેવા લાભાર્થીઓને કેમ્પમાં નવા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.અને આયુષ્યમાન કાર્ડ કઈ મોટી ગંભીર બીમારી ઓ માં કામ આવે છે જેવી અનેક બીમારી ઓ વિશે મેડિકલ ઓફિસર પારુલ રાઠવા દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button