
તા.૧.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે તાલુકાના મધાસર ગામે ઘરમાં બનાવેલ ભોંયરામાંથી ભારતીય બનાવટનો ૧,૮૯,૬૦૦ રૂ.નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પ્રોહિબીશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ગ્રામ્ય પોલીસને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્ક્સ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના મધાસર ગામે રેહતો જગદીશ ઉર્ફે જગો છગનસિહ રાઠોડ નાઓ પોતાના ઘરે વિદેશી દારૂનો ધંધો કરે છે જે બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ છાપો મારતાં ઘરમાં બનાવેલ ભોંયરામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડ નો રૂ.૧,૮૯,૬૦૦ રૂ.નો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસ રેડ દરમ્યાન જગદીશ ઉર્ફે જગો છગનસિંહ રાઠોડ ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]









