KUTCHMUNDRA

મુન્દ્રાની બી.એડ. કોલેજમાં સ્વરચિત કાવ્ય લેખન-પઠન કાર્યક્રમ યોજાયો

11-માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

G-20 અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને શ્રદ્ધાંજલિ અપાઇ

મહિલા અને પુરુષે એકબીજાને સન્માન સાથે સહકાર આપવું જોઈએ : ડો. કગથરા

મુન્દ્રા કચ્છ :- G-૨૦ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મુન્દ્રાની બી.એડ. કોલેજમાં સ્વરચિત કાવ્ય લેખન – પઠન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના પ્રોફેસર ડો. હિતેશભાઈ કગથરાએ મહિલા દિન નિમિત્તે પ્રાચીન કાળથી સ્ત્રીઓનું સમાજમાં સ્થાન વિષય સાથે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે હાલના સમયમાં મહિલા અને પુરુષોએ એકબીજાને સન્માન સાથે સહકાર આપવું જોઈએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નિર્વાણદિન હોતા અવાડિયા ઝોહરાબેને તેમની કાવ્ય રચના “જનની”નું પઠન કરી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કોલેજની તાલીમાર્થીઓ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર, ડોલીબેન હિંમતપુરી ગુંસાઈ, જાનવીબેન અનિલભાઈ ત્રિપાઠી તથા ફોરમબેન દીપકભાઈ શાહ દ્વારા સ્વરચિત કાવ્યોનું પઠન કરવામાં આવ્યું હતું.કોલેજના જનરલ સેક્રેટરી ગોપાલ ટાપરિયાએ હળવાશપૂર્ણ શૈલીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તિતિક્ષાબેન ઠક્કરે સંભાળ્યું હતું.

“અદભુત સર્જન છે નારી.”

પુષ્પ જેવી કોમળ અને અત્તર જેવી સુવાસિત;

કુદરતનું અદભુત સર્જન છે નારી.

નીર સમાન સ્ફટીક અને ગગન સમાન વિશાળ;

મમતાળુ, માયાળુ, દયાળુ પાત્ર છે નારી…

જ્યોત જેવી પ્રકાશિત અને ધરા જેવી શીતળ;

હેત વરસાવનારી વ્યક્તિ છે નારી…

વિદ્યામાં સરસ્વતી અને ધનાઢયમાં લક્ષ્મી;

બ્રહ્માંડને પારખનાર વ્યક્તિ છે નારી.

તમામ જીવોમાં શ્રેષ્ઠ, નિરાળુ વ્યક્તિત્વ ધરાવતી;

સર્જનહારની અદભુત લીલા છે નારી.

8મી માર્ચ 2023, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

[wptube id="1252022"]
Back to top button