AHAVADANG

ડાંગ દરબારમાં ડાંગ સેવા મંડળ ખાતે ડાંગના દરબારીઓને ખરીદીની વ્યાપક તક

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગના આંગણે યોજાઈ રહેલા પાંચ દિવસિય ‘ડાંગ દરબાર’ ના ઉદ્દઘાટન સાથે જ અંહી સ્થાનિક તથા બહારના વેપારીઓનો પણ મેળો જામ્યો છે.ડાંગ દરબારનો મેળો મ્હાલવા આવતા પ્રજાજનોને એક જ સ્થળે થી ‘પ્રાકૃતિક ડાંગ’ની વિવિધ પેદાશો, સાથે હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ ખરીદવાનો લ્હાવો મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્રે, વિશેષરૂપે સખી મંડળોના સ્ટોલ્સ ઊભા કરી, તેમને પણ રોજગારી મળી રહે તેવા સ્તુત્ય પ્રયાસો હાથ ધર્યા છે.
સરકારી સ્ટોલ્સ પ્રદર્શન સમિતિ દ્વારા આ વેળાના ડાંગ દરબારમાં ‘ડાંગ સેવા મંડળ’ ના આંગણે ડાંગની ઓળખ સખી નાગલીની વિવિધ બનાવટો, બેકરી આઈટમો, મીઠાઈ/શીરો, વાંસનુ અથાણુ, અડદનું ભુજીયુ, લસણ-મરચાની ચટણી, વાંસની પ્રોડકટ, વનૌષધિઓ, આયુર્વેદિક ઉત્પાદનો, પ્રાકૃતિક ઉત્પાદનો સહિત કેસુડાનો પાવડર, મહુડાનુ સૂપ અને આઈસ્ક્રિમ ઉપરાંત ડાંગી ડીશ (નાહરી) પણ પીરસવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લાના જુદા જુદા ગામો ઉપરાંત પાડોશી તાપી તથા નવસારી અને વલસાડ જિલ્લામાંથી પણ જુદા જુદા મંડળોએ તેમના ઉત્પાદનો અને સેવાઓના અંહી સ્ટોલ્સ ઊભા કરી, દરબારીઓને એક જ સ્થળે ખરીદીનો વ્યાપક અવસર પુરો પાડયો છે.

[wptube id="1252022"]
Back to top button