
તા.28.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સરકારની યોજનાનો લાભ લઇ દાહોદની કાંકરીડુંગરી ગામના સપનાબેન સ્વનિર્ભર બન્યા
પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત જે વિસ્તારોમાં માઈન્સ અંતર્ગત કામગીરી થઈ રહી છે એ વિસ્તારના લોકોના કલ્યાણ માટે નાગરિકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે
આ યોજનાનો લાભ મળતા દાહોદ જિલ્લાના લીમખેડાના કાંકરીડુંગરી ગામના સપનાબેન પ્રતાપભાઈ ડાંગી સ્વનિર્ભર બન્યા છે અને મહિને રૂ. દસ હજારથી વધુની કમાણી કરે છે
સપનાબેને સરકારનો આ યોજનાનો લાભ આપવા બદલ ધન્યવાદ પાઠવ્યા છે અને તાલીમ તેમજ સીવણ મશીન નિઃશુલ્ક મળતા તેઓ પરિવારને મદદરુપ બની રહ્યા હોવાનું જણાવ્યું હતું સપનાબેને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના, સંજીવની ફાઉન્ડેશનના કંચનબેન શાસ્ત્રી પાસેથી આ યોજનાની માહિતી મળી હતી અને તેમણે આ યોજના અંતર્ગત તાલીમ મેળવી હતી અને સીવણ મશીન નિશુલ્ક મળ્યું હતું
તાલીમ બાદ તેમણે પોતાના ગામમાં સીવણ કામ થકી આવક મેળવવામાં સફળતા મેળવી હતી. તેઓ મહિને દસ હજાર કમાઈ લેતા તેમના પરિવારને આર્થિક ટેકો આપવામાં પણ સફળ બન્યા છે અને તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે








