HIMATNAGARSABARKANTHA
હિંમતનગરના પેથાપુર પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની અધ્યક્ષતામાં કિશોર – કિશોરીઓ માટે કાર્યક્રમ યોજાયો



તરુણાવસ્થા ના આરોગ્ય અંતર્ગત સામાજિક અને વર્તણૂંક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ અંતર્ગત હિંમતનગરના પેથાપુર પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની અધ્યક્ષતામાં કિશોર – કિશોરીઓ માટે કાર્યક્રમ યોજાયો. પેથાપુર હેલ્થ & વેલનેસ સેન્ટર ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જુહીબહેને વિદ્યાર્થીઓને ઘરે બનાવવામાં આવતી વાનગીઓ જેવી કે બાજરી ના રોટલા, રીંગણ મેથીનું શાક, સલાડ, પૌષ્ટિક ખીચડી, મેથીના થેપલા જેવી ઘરેલુ વાનગી માંથી મળતા પોષક તત્વોનું મહત્વ સમજાવ્યું તેમજ રસોઈ પ્રદર્શન, ટોબેકો ઉપર વિષય ચિત્રો બનાવી વ્યસન મુક્તિ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]



