GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા ગાંધીધામ તા.વિકાસ અધિકારી અને હિસાબી અધિકારીની શુભેચ્છા મુલાકાત સાથે ગાંધીધામ તાલુકાના શિક્ષકોના પ્રશ્નોની રજૂઆતો કરાઈ. 

23-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા ગાંધીધામ તાલુકા પંચાયતમાં ગાંધીધામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી પીન્કીબેન ચૌધરી અને હિસાબી અધિકારી શ્રીઅનિલભાઈ ઠક્કરની શુભેચ્છા મુલાકાત કરી ગાંધીધામ તાલુકાના શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી.જેમાં ગાંધીધામ તાલુકામાં પ્રાથમિક શાળામાં જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. તેમની નોકરી દરમ્યાન તેમને વિદ્યાસહાયકમાંથી પુરા પગાર કે પ્રથમ, દ્રિતીય, કે તૃતિય ઉચ્ચતર હાયરગ્રેડ મળે છે તે સમય દરમ્યાન જે તે શિક્ષકોના પગાર તફાવત એરીયર્સબીલ બનાવવામાં આવે છે. અને આ એરીયર્સ બીલ ગૃપશાળા મારફતે તાલુકામાં પંચાયત કચેરીમાં મોકલવામાં આવે છે. અને આ કચેરી દ્વારા તે અરેયાર્સબીલ માંથી ૧૦ કે ૨૦ ટકા ઇન્કમટેક્ષ કાપી લેવામાં આવે છે. આથી ગાંધીધામ તાલુકાના શિક્ષકોની રજુઆતને ધ્યાનમાં રાખીને જણાવવાનું કે આવા પગાર તફાવત વાળા શિક્ષકોના એરીયર્સબીલમાંથી જે ઇન્કમટેક્ષ કાપી લેવામાં આવે છે. તેમાંથી ઘણા બધા શિક્ષકોને જયારે ઇન્કમટેક્ષ ફોર્મ ભરવામાં આવે છે ત્યારે તે શિક્ષકો ખરેખર ઇન્કમટેક્ષમાં આવતા નથી. પછી પાછળથી આવા શિક્ષકોને ઇન્કમટેક્ષ રીટર્ન ફોર્મ ભરતી વખતે આ કપાત રકમનું પાછું રિફંડ મેળવવું પડે છે. અને ક્યારેક આવું રિફંડ પાછું મેળવતા ઘણી બધી અગવડતા પડતી હોય છે. અને ક્યારેક કોઈ શિક્ષક રિફંડ મેળવવાનું ચુકી જાય તો તેને ખુબજ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે.  આથી જો કોઈ શિક્ષક ઇન્કમટેક્ષમાં આવતા હોયતો તે ઇન્કમટેક્ષ ભરવો તેમની પોતાની ફરજ અને જવાબદારી છે. આથી ગાંધીધામ તાલુકામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કોઈ પણ શિક્ષકના પગાર એરીયર્સ તફાવતબીલમાંથી ઇન્કમટેક્ષની રકમ તાલુકા પંચાયત કચેરી ગાંધીધામ દ્વારા કાપવામાં ન આવે તેવી ગાંધીધામ તાલુકા પંચાયત કચેરીના અધિકારીશ્રી ધારદાર રજૂઆત કરવામાં આવી. વધુમાં જણાવવાનું કે ગાંધીધામ તાલુકામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કોઈ પણ શિક્ષકનું મૃત્યુ થાય તો તેમના પરિવારને આર્થિક સહાય પેટે ગાંધીધામ તાલુકાના શિક્ષકો સ્વેચ્છિક ફાળો ઉઘરાવીને આપતા હોય છે. તે એક શિક્ષકો માટે ખુબજ સરાહનીય કામગીરી છે. પરંતુ આ ફાળો શિક્ષકો પાસે સ્વેચ્છિક ઉઘરાવી તે બધી રકમ એકત્રીકરણ કરી તેનો ડી.ડી. બનાવતા ઘણો સમય પસાર થઇ જાય છે. આથી ગાંધીધામ તાલુકામાં જયારે પણ કોઈ આવી દુખદ ઘટના બને ત્યારે તેમના પરિવારને તાત્કાલિક સહાય આપવા માટે ગાંધીધામ તાલુકાના શિક્ષકો જે ફાળો સ્વેચ્છિક આપવા માંગતા હોત તે ઓનલાઈન પગાર બીલમાંથી આ ફાળો પોતાની શાળાના આચાર્યને જાણ કરી આ ફાળો પોતાના પગારમાં કપાવી શકે. અને આ ફાળો તાલુકામાં જયારે શિક્ષકોનો પગાર થાય તેની સાથે આ ફાળાની રકમનો ચેક તાલુકામાંથીજ આ રકમનો ચેક બનાવી આપવામાં આવે જેથી ગાંધીધામ તાલુકામાં જયારે પણ આવી કોઈ દુખદ ઘટના બને ત્યારે તેમના પરિવારને આર્થિક સહાયની રકમ તાત્કાલીક પહોચાડી શકાય તેના માટે ગાંધીધામ તાલુકાના શિક્ષકો પોતાની સ્વેચ્છાએ ફાળાની રકમ પોતાના ઓનલાઈન પગારબીલમાં અન્ય ખાનામાં જમા કરાવી શકે તેવી ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા ગાંધીધામ તાલુકા પંચાયતના અધિકારી સાહેબશ્રીને ધારદાર રજૂઆત કરવામાં આવી.આ તકે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી શ્રી રમેશભાઈ પ્રજાપતિ, સંગઠનમંત્રી શ્રી વાડીલાલભાઈ રૂડાણી, જિલ્લા મહિલા અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન પટેલ, તાલુકા મહિલા અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન ભાટી, તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સદસ્ય શ્રી પિયુષભાઈ જાદવ, જશોદાબેન ડાંગર, જિજ્ઞાસાબેન પટેલ, જિંદલબેન પટેલ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button