

હિંમતનગર ખાતે બે દિવસીય યોગ અને મેડિટેશન વર્ગોનું આયોજન કરાયું
****
સાબરકાંઠા જિલ્લામાં ઇડર ડાયટ દ્વારા આયોજિત બે દિવસીય યોગ અને મેડિટેશન તાલીમ વર્ગ કાર્યક્રમ વિશ્વ મંગલમ અનેરા, હિંમતનગર ખાતે યોજાયો હતો.
યોગ અને મેડિટેશનના આ કાર્યક્રમમાં હાર્ટફુલનેસ સંસ્થા હિંમતનગરના યોગ ફેંકલ્ટીના શ્રી કશ્યપભાઈ પુરોહિત અને શ્રી લક્ષ્મણસિંહ પરમાર દ્વારા મેડીટેશન વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.યોગ ટ્રેનરશ્રીઓ દ્વારા યોગ કરવાથી થતાં ફાયદા વિષે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત સૌને યોગ કરાવી જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]



