વલ્લભકુળ પરીવારની હાજરીમા કાલોલ પટેલ પાર્ટી પ્લોટ મા હોળીના ફુલ ફાગ ઉત્સવ યોજાયો

તારીખ ૧૯ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ માં શનિવારે સાંજે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહોદય, દામીની વહુજી અને ચિરાયુષ્યમાન સાનીધ્યકુમાર અને અનુગ્રહકુમાર નો ઉપસ્થિતી માં મનોરથી કાલોલ નિવાસી અને હાલ વડોદરા સ્થિત સુભાષચંદ્ર શાંતિલાલ શેઠ પરિવાર સાથે કાલોલ તેમજ આસપાસના ગામો થી પધારેલા હજારો વૈષ્ણવો ની હાજરીમા હોળીના રસીયા અને ફુલ ફાગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ડેરોલ સ્ટેશનના શ્રી કૃષ્ણ યુવા ભજન મંડળ નાં યુવાનો દ્વારા હોળીના રસીયા નું ગાન કરવામાં આવ્યું હતુ અને સમગ્ર વાતાવરણ વ્રજ ભૂમી જેવુ બનાવી દીધુ હતુ.વૈષ્ણવાચાર્ય અને અન્ય આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહોત્સવના મુખ્ય મનોરથી સહિત વિવિધ જ્ઞાતિ ના અગ્રણીઓ નું સ્વાગત કરી મહોદયશ્રી નાં હસ્તે ઉપારણા ઓઢાઢી સનમાન કરાયુ હતુ ત્યારબાદ પુજ્ય શ્રી દ્વારા વચનામૃત કરવામાં આવ્યું હતુ જેમા હોળી અને વસંત ઉત્સવ ની ઉજવણી નિમિતે હોળીના રસીયા મનોરથ અને રસીયા ગાન નાં આયોજનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલ નાં વૈષ્ણવો આગળ પડતુ સ્થાન ધરાવે છે તેમ જણાવી કાલોલ નાં યુવા વૈષ્ણવો સહિત તમામ ફુલ ફાગ ઉત્સવ ની ઉજવણી ભવ્યાતિભવ્ય કરવામાં આવે છે તે બદલ ધન્યવાદ ને પાત્ર ગણાવી વધુને વધુ વૈષ્ણવો ને આ રસાસ્વાદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ પુજ્ય શ્રી અને ઊપસ્થિત વલ્લભ કુળ નાં બાળકો સાથે ફુલ ફાગ ખેલ ખેલ્યો હતો વૈષ્ણવો દ્વારા જેજે ઉપર ફૂલો ની વર્ષા કરાઈ હતી તથા ગુરૂજનો એ પણ વૈષ્ણવો સાથે ફૂલો ની વર્ષા વરસાવી હોળી નો આનંદ લીધો હતો કાર્યક્રમ મા કાલોલ દશાલાડ,દશામોઢ, પોરવાડ,જ્ઞાતિ ના અગ્રણીઓ તેમજ કાછીયા સમાજ, દરજી સમાજ, સોની સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ મહાપ્રસાદી નુ આયોજન પણ કરાયું હતુ.