પાવાગઢ: ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ પાવાગઢ ખાતે હજારો માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૪.૨૦૨૪
આદ્યશક્તિ માં જગદંબા ના આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી આજે ચૈત્ર સુદ એકમ ને મંગળવાર થી આરંભ થયેલ ચૈત્રી નવરાત્રી ના પવન પર્વ ને લઇ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે.તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે.તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.પાવાગઢ નો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઐતિહાસિક ધ્વાજરોહણ થયા બાદ પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો વધી રહ્યો છે.જોકે આશ્ચર્યજનક રીતે આજે ચૈત્રી નવરાત્રી ના પ્રથમ નોરતાએ ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.મંગળવાર ના રોજથી શરૂ થતી નવરાત્રી પર્વને લઈ માઇ ભક્તો સોમવારની રાત્રેથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજીના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.જયારે ભાવિક ભક્તોની સુરક્ષા અને સલામતિ ના ભાગ રૂપે પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર પરિષદ સુધી ૭૦૦, ઉપરાંત પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦,ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં રાખવામાં આવી રહી છે.જયારે યાત્રિકોને તળેટી થી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા ૫૦ ઉપરાંત એસ.ટી બસો સતત ૨૪ કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે.
ચૈત્રી નવરાત્રી ના પ્રથમ નોરતાએ આશ્ચર્યજનક રીતે ભક્તોની પાંખી હાજરી અંગે સ્થાનિકોને પૂછતા જાણવા મળ્યું હતું કે કદાચ છેલ્લા ૮ થી ૧૦,વર્ષના સમયગાળા દરમિયાન ચૈત્રી તેમજ આસો નવરાત્રીના પ્રથમ નોરતાએ ભક્તોની આટલી પાંખી હાજરી પ્રથમ વખત જોવા મળી મળી હશે.