AHAVANAVSARIVANSADA

વાંસદા ખાતે લગ્નેતર સંબંધથી જન્મેલા બાળકને મોંતના ઘાટ ઉતારી જૂજ ડેમના પાણીમાં ફેકનાર માતા પિતા ઝડપાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી વાંસદા તાલુકાના જુજ ડેમના પાણી માંથી મળી આવેલ અજાણ્યા બાળકની લાશની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાયો, મર્ડર કેસના આરોપી નિષ્ઠુર માતા પિતા સળિયાના પાછળ ધકેલાયા

એક મહિના પહેલા મળેલી બાળકની લાસની તસ્વીર

નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના જુજ ડેમના પાણી માંથી અજાણ્યા બાળકની લાશ મળી હતી જેમાં નવસારી જિલ્લા એસ.પી.ઋષિકેશ ઉપાધ્યાય એ જુજ ડેમના પાણી માંથી મળી આવેલ અજાણ્યા બાળકના વાલી-વારસને કોઇપણ હિસાબે શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાય નવસારી વિભાગના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ સોંપાઈ હતી સૂચના મુજબ વાંસદા પી.એસ.આઈ, બી.એમ.ચૌધરીએ તપાસનો ઘમઘમાટ ચાલુ કર્યો હતો અજાણ્યા બાળકની ઓળખ કરવા ૧૨૦૦ જેટલા પેમ્પ્લેટ
છપાવી વાંસદા, વઘઇ, આહવા, સાપુતારા, ધરમપુર, વલસાડ, કપરાડા, વાપી, સહિત મહારાષ્ટ્ર ના સુરગાણા વિસ્તારના અલગ-અલગ ગામોમા અલગ-અલગ ટીમો બનાવી પેમ્પલેટો વહેંચી તેમજ જાહેર સ્થળોએ પેમ્પલેટો ચોંટાડી બાળકના મર્ડર કેસના આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતો આ તપાસમાં વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોસ્પિટલોના સ્ટાફ સહિત આશાવર્કરો પાસેથી ૦થી૧ વર્ષના ૭૪૦૦ બાળકો માહિતી મેળવી તપાસ હાથ ધરી હતી ખંત પૂર્વક તપાસ દરમિયાન આ કેસના આરોપી માતા પિતા ને પકદવામાં સફળતા મળી હતી. મળેલ બાતમીના આધારે ખાટાઆંબા ગામના આંબાપાડા ફળિયામાં રહેતા વિનોદભાઇ નવસુભાઇ માહલાને એક પત્નિ હયાત હોવા છતા ધરમપુર તાલુકાના આસુરા ગામે રહેતી સુલોચનાબેન મોહનભાઇ રાઉત સાથે લગ્નેત્તર પ્રેમ-સંબંધ હોય અને તે દરમ્યાન આશરે બે-એક મહીના પહેલા સુલોચનાએ એક બાળકને જન્મ આપેલ અને હાલમા તે બાળક તેઓની પાસે નથી અને તેઓ બન્ને હાલ કરજ ગામ તા માંડવી જી સુરત ખાતે રહેતા હોવાની બાતમી આધારે પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ બનાવી વિનોદભાઇ નવસુભાઇ માહલા તથા સુલોચના મોહનભાઇ રાઉતને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેઓ કબુલાત કરેલ બાળક પોતાનું હોવાનું અને તેનું ખૂન કરી વિમલાના થેલામાં મૂકી પાણીમાં નાંખી હોવાની કબૂલાત કરી હતી.જેથી આરોપી વિનોદભાઇ નવસુભાઇ માહલા ઉ.વર્ષ ૩૬ ધંધો-ડ્રાઇવિંગ રહેવાસી ખાટાઆંબા તા.વાંસદા જી.નવસારી તથા સુલોચના મોહનભાઇ રાઉત તે વિનોદભાઇ નવસુભાઇ માહલાની પ્રેમીકા રહેવાસી એજન ગામઓ સળિયા પાછળ ધકેલી દઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુની તપાસ હાથ ધરી હતી

બોક્સ 1…
બાળકના નિષ્ઠુર માતા સુલોચના અને પિતા વિનોદે તેમના બાળકનું નામ પૂર્વાશ રાખ્યુ હતું. પરંતુ બંને પરિણીત હોવા છતાં પૂર્વાશ જન્મતા સમાજમાં બદનામી થવાના ડરે વિનોદ પૂર્વાંશનો કાંટો કાઢી નાંખવાનું મન બનાવી ચુક્યો હતો. જેથી વિનોદે સુલોચનાને મનાવી અને પોતાના જ પ્રેમના અંશ પૂર્વાશને મારી નાંખવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેના આધારે એક મહિના અગાઉ વાંસદા બજારમાંથી વિનોદે એક ગુટકાનો થેલો ખરીદ્યો હતો અને બાદમાં પૂર્વાશને લઈ જૂજ ડેમના કેચમેન્ટના રાયબોર ગામે પહોંચ્યો હતો. જ્યાં પોતાના જ જિગરના ટુકડાને જ્યાં મોઢે હાથ મુકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button