
સરસ્વતી તાલુકાના અબ્લુવાગામના યુવાનને લગ્નની લાલચ અાપીને ઇડર યુવતીને તેના ઘરે અબ્લુવા અેક વર્ષ રાખીને ગર્ભવતી બનાવીને મારઝૂડી કરીને તેના પિયર ઇડર મુકી અાવ્યો હતો. યુવાનના પિતાઅે મહિલાને ગર્ભપાત કરાવી દેવાની ધમકી અાપી હતી. અા અંગે યુવતીઅે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રહેતી 29 વર્ષીય યુવતીને સરસ્વતી તાલુકાના અબ્લુવા ગામનો યુવાન ઠાકોર ગણેશજી અજમલજી પ્રેમ સંબધમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ અાપીને તારીખ 1 માર્ચ 2022 થી તારીખ 23 જાન્યુઅારી 2023 સુધી તેના ઘર રાખીને અવાર નવાર તેની સાથે દુષ્કર્મ અાચરીને તેને ગર્ભવતી બનાવી હતી તેની સાથે મારઝૂડ કરીને તેના પિયર ઇડર ખાતે મુકી ગયા હતા તે વખતે યુવાનના પિતા અજમલજીઅે ગર્ભપાત કરાવી લે નહિતર જાનથી મારી નાખીશુ તેવી ધમકી અાપી હતી.
આ અંગે યુવતીઅે વાગડોદ પોલીસ મથકે ઠાકોર ગણેશજી અજમલજી રહે.અબ્લુવા અને ઠાકોર અજમલજી કપુરજી રહે.અબ્લુવા સામે ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ અધિકારી પીઅેસઅાઇ પી.અેસ.ચૌધરી જણાવ્યુ હતુ કે યુવતીની મેડીકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.




