IDARSABARKANTHA

સુરજગઢ રિસોર્ટ જામળા મુકામે ઇડર, પોશીના, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાશે

સુરજગઢ રિસોર્ટ જામળા મુકામે ઇડર, પોશીના, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાશે

 

સાબરકાંઠા જિલ્લાના ઇડર, પોશીના, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મ પત્નીનું સંમેલન યોજાશે. તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધી સુરજગઢ રિસોર્ટ જામળા મુકામે રાખવામાં આવ્યું છે. આ સંમેલનમાં રાજ્ય સરકાર શ્રી તથા રાજ્ય સૈનિક બોર્ડ ગુજરાત રાજ્ય તરફથી પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્ની તથા તેઓના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ સહાય ની જાણકારી આપવામાં આવશે. ઇડર, પોશીના, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના રજીસ્ટર થયેલા દરેક પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્ની ને આ સંમેલનમાં હાજરી આપવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી સાબરકાંઠા હિંમતનગર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ છતાં જેઓને પત્ર ન મળેલ હોય તે તમામ પૂર્વ સૈનિકો દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ આ સંમેલનમાં હાજરી આપે એમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ જયંતિ પરમાર સાબકાંઠા

[wptube id="1252022"]
Back to top button