DAHOD

દાહોદ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા પોલીસ હેડ ક્વાર્ટર, દાહોદ ખાતે યોજાઇ હતી

તા.08.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ

આઝાદી ના અમૃત મહોત્સવ હેઠળ રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત દાહોદ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા પોલીસ હેડ ક્વાર્ટર, દાહોદ ખાતે યોજાઇ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન ચીપ સેક્રેટરી અશ્વિનીકુમારના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન કોર્ડીનેટર રાજેશભાઈ પંચાલ સાહેબ શ્રી ના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું. આ સ્પર્ધાના એક્સપર્ટ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર રાજેશ પંચાલ, છોટાઉદેપુર ડીસ્ટ્રીક કો-ઓર્ડીનેટર ઘનશ્યામભાઈ તથા યોગ તજજ્ઞ તરીકે ગુજરાતના નેશનલ પ્લેયર ઉદયભાઇ ગજેરા તથા નેશનલ પ્લેયર કલાભાઈ મછારએ નિર્ણાયકોની ફરજ બજાવીશ સ્પર્ધા ને દાહોદ જિલ્લા ડી.એસ.એ અમરસિંહ રાઠવાના આશીર્વચન સાથે ખુલ્લી મુકાયેય દાહોદ જિલ્લા રમત ગમત અધિકારીના સુચારુ માર્ગદર્શનમાં આ સ્પર્ધાને સફળ બનાવવા આયોજક ટીમમાં યોગ કોચ ધુળાભાઈ પારગી તથા સોશિયલ યોગી રાહુલભાઈ પરમાર સાથે દાહોદ જિલ્લા કો-ઓર્ડીનેટર દેવેન્દ્રભાઈ પટેલે સેવા આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર જિલ્લામાં નિ:શુલ્ક યોગ ક્લાસીસમાં યોગની તાલીમ આપવામાં આવે છે આ યોગ ક્લાસમાં નિ:શુલ્ક યોગની તાલીમ મેળવવા ઈચ્છુક લોકોને દાહોદ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા-7990033600???? પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button