KUTCHMUNDRA

મુન્દ્રાની બી. એડ. કોલેજમાં G20 અંતર્ગત વસુધૈવ કુટુંબકમ નિબંધ સ્પર્ધા યોજાઈ

6-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- વિશ્વના તાકાતવાન 20 દેશોનું આર્થિક બાબતે ચિંતન કરતું વૈશ્વિક સંગઠન જે G20 સમૂહ તરીકે ઓળખાય છે અને જેનું અધ્યક્ષ પદ આ વર્ષે ભારતને મળ્યુ છે ત્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓમાં આ ગૌરવશાળી પ્રસંગ અંગે જાગૃતિ આવે એ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાની સૂચના મળતા મુન્દ્રાની બી. એડ. કોલેજમાં પણ તાજેતરમાં વસુધૈવ કુટુંબકમ વિષયને અનુલક્ષીને કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલના માર્ગદર્શન હેઠળ નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં પ્રથમ ત્રણ ક્રમે અનુક્રમે તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠકકર, રાજેશ્રીબા જાડેજા અને કવિતા વરચંદ વિજેતા જાહેર થયા હતા.વિશ્વ બંધુત્વની ભાવનાના મૂળ ભારત દેશમાં હતા અને બીજા વિશ્વયુદ્ધ પછી પાશ્ચાત દેશોમાં પણ વિશ્વ બંધુત્વની ભાવનાની કલ્પના કરવામાં આવી અને દરેક વિષયોના જ્ઞાનની આપ લે થવા લાગી આમ વિશ્વ એક થવા લાગ્યું એ એક મોટી સિધ્ધિ ગણાય છે ત્યારે આ વર્ષે અધ્યક્ષ તરીકે માર્ગદર્શક હોવુ એ ભારતનો વૈશ્વિક દબદબો બતાવે છે આવા વિચારો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.સમગ્ર સ્પર્ધાનું સંચાલન G20 પ્રોગ્રામના નોડલ ઓફિસર પ્રો. ડો. દીપકભાઈ પંડ્યાએ કર્યું હતું તેમજ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ગુજરાતી વિભાગના પ્રો. ડો. દીનેશભાઈ પટેલે સેવા આપી હતી.

[wptube id="1252022"]
Back to top button