
તા.૫.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલનાં ગોધરા બાયપાસ રોડ પર આવેલ ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ ખાતે ૨૦૨૨-૨૩ ની વાર્ષિક દિવસની ઉજવણી રાષ્ટ્ર કા હુંકાર સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિક્રમસિંહ રાઠોડ તેમજ નગર પાલિકા પ્રમુખ શિતલભાઈ પટેલની ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ સંજયભાઈ શાહ, તરૂનભાઈ પરીખ,રાજેશભાઈ મિસ્ત્રી,અશ્વિનભાઈ દેસાઇ તેમજ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હાલોલની ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ ખાતે યોજાયેલ એન્યુઅલ ડે નો આરંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.જ્યારે સ્કુલનાં આચાર્ય એ સ્કૂલ નો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે આ સંસ્થા વધુ પ્રગતિ કરે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેવા અથાર્ગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ શાળાના બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.યોજાયેલ સાંકૃતીક કાર્યક્રમ માં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ સહીત મોટા વિધાર્થીઓ દ્વારા વર્ષ દરમ્યાન આવતા તેહવારો ને અનુલક્ષી તેની થતી ઉજવણી પ્રત્યેક્ષ રીતે કલાકૃતિ રજુ કરવામાં આવી હતી જ્યારે દેશના રાષ્ટ્રીય તેહવારો જેવા કે ૧૫ મી ઓગસ્ટ,૨૬ મી જાન્યુઆરી,કારગીલ યુદ્ધ , સરજીકલ સ્ટ્રાઈક ની વિગેરે ની જુદી જુદી થીમ ઉપર કાર્યક્રમો રજૂ કરાતા ઉપસ્થિત સૌ વાલી મિત્રો પણ આશ્રય ચકિત થઈ પોતાનું બાળક આવો પણ રોલ કરી શકે છે તેમ જાણી ખુશ થઈ ગયા હતા.યોજાયેલ વાર્ષિક મહોત્સવની ઉજવણી રંગે ચંગે સ્કૂલ પરિસદ માં કરવામાં આવ્યું હતું.










