DANG

નવસારી: ઉનાઇ ખાતે વિનામૂલ્યે આંખની તપાસનો કેમ્પ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

નવસારી જિલ્લાનાં ઉનાઈ ખાતે આવેલ જનતા હાઈસ્કૂલમાં  ૫ મી.ફેબ્રુઆરીએ સવારે ૮ વાગ્યા થી બપોર ૧ વાગ્યા સુધી વિનામુલ્યે આંખની તપાસ  કેમ્પ યોજાશે આ આંખ તપાસ કેમ્પનો આયોજન શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ઉનાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ આજુબાજુ ગામોના તમામ દર્દીઓને લેવા સિમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સિમિતિ છેલ્લા ૨૫ વર્ષથી આંખની તપાસ અને ઓપરેશનો વિનામૂલ્યે  સેવા અવિરતપણે હાલ ચાલુ રાખી છે જે અભિનંદન ને પાત્ર છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવી સેવા ની નોંધ ગરીબ દર્દીઓ ગંભીરતાથી નોંધ લે છે.

આ કેમ્પનો આયોજન શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ઉનાઈ, શ્રોફ આઈ હોસ્પિટલ નવસારી, પ્રશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી તેમજ જિલ્લા અંધત્વ નિવારણ કેન્દ્ર નવસારીના સયુંકત પ્રયાસે આયોજિત કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં જે દર્દીઓ આંખના ઓપરેશનો કરાવવાના છે તેઓએ નીચે આપેલા મોબાઈલ
નંબર ઉપર પોતાનું નામ નોંધાવવા વિનંતી  હિમાંશુ પટેલ ઉનાઈ  ૯૪૨૬૮ ૬૩૬૯૭૮૪૬૯૬ ૫૬૨૨૧ ગોપુભાઈ ઠાકુર ઉનાઈ ૯૩૨૭૦ ૦૭૨૧૫૯૪૨૭૪ ૬૨૭૨૨ બળવંતભાઈ સીણધઈ ૯૪૨૭૮ ૬૭૪૧૪ નટુભાઈ પટેલ ભીનાર ૯૪૨૭૨ ૪૩૮૫૯ હેમંતભાઈ રાઠોડ ચાપલધારા ૯૪૨૭૯ ૨૧૬૬૦ ધર્મેશભાઈ પટેલ મહુવરીયા ૭૮૭૪૩ ૯૧૧૩૪  ગુણવંતભાઈ ઋપવેલ ૮૩૪૭૯ ૪૫૫૨૪ સાગર બોરવેલ વાંસદા ૯૬૩૮૫ ૩૨૦૭૨ નંબરો ઉપર નામો નોંધાવી શકો છો ઓપરેશન કરાવનાર દર્દીઓને લાવવા લઈ જવા માટે વિનામૂલ્યે વાહન વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને એવા દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ સમિતિ તરફથી રાખેલ છે

[wptube id="1252022"]
Back to top button