KALOL(Panchamahal)PANCHMAHAL
હાલોલ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રમણસિંહ સોલંકી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૧ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
જિલ્લાના ગોધરા વિભાગના હાલોલ ડેપોમાં ફરજ બજાવતા કાલોલ તાલુકા વેજલપુર ગામના રમણભાઈ સામતસિંહ સોલંકી નો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો આ સમારંભ ની અગાઉ ભગવાન સત્યનારાયણની કથા યોજી હતી ત્યારબાદ સમારોહ સંપન્ન થયો જેમાં પંચમહાલ જિલ્લા એસટી વિભાગ યુનિયન નાં મહામંત્રી સંજયભાઈ પટેલ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ એસટી વિભાગના હાલોલ ડેપો તેમજ એસ.ટી વિભાગ ગોધરાના ફરજ બજાવતા પદાધિકારીઓ સાથે વેજલપુર તેમજ અન્ય ગામોના મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહી રમણભાઈ ને નિવૃત્તિ જીવન સુખ શાંતિમય ધર્મ પરાયણ અને દીર્ઘાયુ રહે તેવા આશીર્વાદ તેમજ મોમેન્ટો આપી અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]









