દાહોદ અને ઝાલોદ મકાન અને માર્ગ વિભાગના ૩૪ નિવૃત કામદારોને નિવૃત્તિના તમામ લાભો ચૂકવી આપવા હાઇકોર્ટનો આદેશ

તારીખ ૩૧ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકાર ના તાબા હેઠળ દાહોદ મુકામે ચાલતી કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ પંચાયત હસ્તકની ઝાલોદ મુકામે આવેલ નાયબ કાર્યપાલક ઈજને મા અને મા પંચાયત વિભાગ માં વર્ષોથી ફરજ બજાવતા ૩૪ જેટલા કામદારોને નિવૃત્તિ સમયે કોઈ પણ પ્રકારના લાભો જેવા કે ગ્રેજ્યુટી પેન્શન રજાઓ તેમજ અન્ય ભથ્થાઓ નો લાભો આપ્યા સિવાય તેઓને નિવૃત્ત કરી દેવામાં આવેલ તે બાબતે કામદારો એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઇ સંપર્ક કરી તેઓને થયેલ અન્યાય બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફેડરેશન દ્વારા એસ સી એ નંબર ૪૩૨૯/૨૧ થી દાખલ કરેલ હતી તેઅરજી ચાલી જતા બંને પક્ષકારોને સાંભળી ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૧૧/૨/૨૨ ના રોજ કામદારોને તેમની રોજમદાર તરીકેની સળંગ નોકરી કરી નિવૃત્તિના તમામ લાભો આપવા બાબતે આખરી આદેશ કરેલ જે આદેશ આદેશનો સીધો અમલ કરવા બાબતે ફેડરેશને સરકાર વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એમસીએ નંબર ૮૬૮/૨૨ દાખલ કરે જે અરજી દાખલ કરતા સરકાર દ્વારા એસ સી એ નો હુકમ રદ કરવા માટે એલપીએ નંબર ૩૦૧/૨૨ દાખલ કરેલજે બંને અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ શ્રીઓ દ્વારા સરકારે દાખલ કરેલ એલપીએ રદ જાહેર કરી મૂળ એસ સી એ માં થયેલા હુકમને યથાવત રાખતો આદેશ તારીખ ૬/૧૦/૨૨ ના રોજ કરી જણાવેલ કે નિવૃત્તિના લાભો વિહોણા ૩૪ જેટલા કામદારોને માર્ચ ૨૦૨૩ પહેલા તેઓને મળવા પાત્ર તમામ લાભો નુ નાણામાં રૂપાંતર કરી ચૂકવી આપવા નું ફરમાવેલ છે જે થકી કામદાર પરિવાર આલમ માં હર્ષ ની લાગણી પ્રવૃત્તિ છે.










