
૩૧-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામના દામજીભાઈ માતંગ દ્વારા ગામના મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં આજ રોજ તિથિ ભોજન સમારંભ યોજાયો હતો.બિદડા મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં અભ્યાસ કરતા ત્રણસો ચાલીસ વિદ્યાર્થીઓ ગુરુ વંદના બોલીને તિથિ ભોજન પ્રસાદ લીધું હતું.
શાળાના શિક્ષકો અને બિદડા ગામના સરપંચ જયાબેન છાભૈયા, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંગાર, માંડવી તાલુકા પંચાયત સદસ્ય જેક્શનભાઈ સંગાર, પ્રવિણભાઇ પટેલ, મોહનભાઈ પટેલ, રમેશભાઈ પાયણ,ડૉ.ખુશાલચંદ્ર સંગાર, નારાયણભાઈ ગઢવી,આ તિથિ ભોજન ના શુભપ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સાથે તિથિ ભોજન પ્રસાદ લીધું હતું.આ તિથિ ભોજન ના દાંતા શ્રી દામજીભાઈ માતંગના પુત્ર ડૉ.કિશન માતંગ, શૈલેષ માતંગ,આશમલભાઈ માતંગ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંગાર, જેક્શન સંગાર, સરપંચ જયાબેન, પ્રવીણભાઈ પટેલ,દ્વારા ભોજન પિરસવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય શ્રી ગંગાબેન જણાવ્યું હતું કે દામજીભાઈ માતંગ તમારી અનોખી પહેલ થી અમે બહુ ખુશ છીએ અને બિદડા ગામમાં તમે પહેલાં દાંતા છો કે બિદડા મફતનગર પ્રાથમિક શાળા માં તમે તમાંમ વિધાર્થીઓ માટે તિથિ ભોજન પ્રસાદ નું નિણર્ય લીધો.આ શાળા માં વર્ષો થી કોઈ પણ આગેવાનો દ્વારા તિથિ ભોજન કે અન્ય કોઈ પ્રકારના આવા કાર્યક્રમો કરવામાં આવ્યા નથી તમારા આવાં કાર્ય થી અમારાં શાળા પરિવાર બહું ખુશ થયા છીએ અને તમે ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છીએ તેવું આચાર્યશ્રી ગંગાબેન એ જણાવ્યું હતું.