BHUJKUTCH

કચ્છ જિલ્લા પ્રા.શિક્ષક સમાજની નવી કારોબારીમાં પ્રમુખ તરીકે નયનસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે કેરણાભાઈ આહિરની પુનઃ વરણી

૩૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :-કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજની વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ સુધીની આગામી ૩ વર્ષ માટે નવી કારોબારી સમિતિની રચના કરવા રેયાણ રિસોર્ટ, ભુજ ખાતે અગત્યની કારોબારી બેઠક મળી હતી. રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તથા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, મંત્રી વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના પૂર્વ પ્રમુખ રશ્મિકાંત પંડ્યા, પૂર્વ કાર્યાધ્યક્ષ દાનુભા જાડેજા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં તમામ તાલુકા સંઘના પ્રમુખ, મહામંત્રી તથા જિલ્લા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે પ્રમુખ નયનસિંહ જાડેજાએ સૌને આવકાર્યા હતા. ગત મિનિટસનું વાંચન મંત્રી કેરણાભાઈ આહિરે જ્યારે જયેન્દ્રસિંહ ઝાલાએ હિસાબોનું વાંચન કર્યું હતું. બેઠકમાં આગામી ૩ વર્ષ માટે પ્રમુખ તરીકે નયનસિંહ જાડેજા ( ભુજ ) અને મહામંત્રી તરીકે કેરણાભાઈ આહિર ( અંજાર) ના નામની દરખાસ્ત આશાભાઈ રબારી ( માંડવી) એ મૂકતા અને અરજણભાઈ ડાંગર ( રાપર) એ ટેકો જાહેર કરતાં તથા અન્ય કોઈ દાવેદાર ન હોતાં ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ તેમને ચુંટાયેલા જાહેર કર્યા હતા. ત્યાર બાદ નવનિયુક્ત પ્રમુખ દ્વારા કાર્યાધ્યક્ષ તરીકે હરદેવસિંહ જાડેજા ( નખત્રાણા ) અને ખજાનચી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા ( ભુજ ) ના નામોની જાહેરાત કરાઈ હતી જેને સૌએ બહાલી આપી હતી. પ્રમુખ – મંત્રી સહિતના નવા વરાયેલા હોદ્દેદારોએ તેમનામાં ફરી વિશ્વાસ મૂકવા બદલ સૌનો આભાર માની શિક્ષકોના પ્રશ્નો માટે હરહંમેશ તૈયાર રહેવાની ખાતરી ઉચ્ચારી હતી. બેઠકમાં સંગઠનનું નવું બંધારણ રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા તથા તાલુકા ઘટક સંઘના નવનિયુક્ત પ્રમુખ – મંત્રીનું આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આગામી મે માસમાં ગાંધીનગર ખાતે યોજાનાર પૂજ્ય મોરારી બાપુની રામકથા તથા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શિક્ષક અગ્રણીઓ દ્વારા રામકથા તથા અધિવેશન માટે અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યસંઘના પ્રમુખે જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્ને લડત બાદ નિરાકરણ થયેલ પ્રશ્નો અને બાકી પ્રશ્નો તથા આગામી રણનીતિ બાબતે સૌને વાકેફ કર્યા હતા. તેમણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સલાહકાર તરીકે ધીરજભાઈ ઠક્કર ( ભુજ) ના નામની જાહેરાત કરી હતી.

કારોબારી બેઠકમાં જિલ્લા સંઘના સિ. ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠક્કર, સિ. મંત્રી રશ્મિ ઠક્કર, શોભનાબેન વ્યાસ, વિવિધ તાલુકા સંઘના આગેવાનો રામુભા જાડેજા, અરજણ ડાંગર, કિશોરસિંહ જાડેજા, હિમાંશુ સીજુ, જીજ્ઞેશ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ કટારીયા, લાખાભાઈ દેસાઈ, મનહર સિંહ ઝાલા, ઘનશ્યામ પટેલ, મહાદેવ કાગ, ગોપાલ હડિયોલ, દિલુભા સોઢા, મેહુલ જોષી, હિતેશ પટેલ, જયેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી સભાનું સંચાલન ભુજ તાલુકા યુનિટના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ જ્યારે આભારવિધિ જિલ્લા સંઘના મહામંત્રી કેરણાભાઈ આહિરે કરી હતી.

[wptube id="1252022"]
Back to top button