ઝાલોદ નગરમાં ગીતામંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નવીન મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

તા.27.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ નગરમાં ગીતામંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નવીન મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
શોભાયાત્રામાં ૧૦૦૮ મહંત શ્રી દયારામજી મહારાજની ( દાડકી વાલે બાબા ) વિશેષ ઉપસ્થિતિ રહી નગરમાં દરેક હિન્દુ સમાજ દ્વારા દરેક વિસ્તારમાં શોભાયાત્રાનું સ્વાગત કરાયું ઝાલોદ નગરના ગીતામંદિર ખાતે નવીન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે તે અંતર્ગત 26-01-2023 નાં રોજ નવીન મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા નગરમાં યોજાઈ હતી.
નવીન મૂર્તિઓની શોભાયાત્રા નીકાળતા પહેલા અગ્રવાલ સોસાયટીમાં દરેક દેવી દેવતાઓની મૂર્તિઓનું કુટિર હવન યોજાયું હતું. આ કુટિર હવનનો લ્હાવો અગ્રવાલ સમાજ તેમજ અન્ય સહુ ઉપસ્થિત લોકોએ લીધો હતો. અગ્રવાલ સોસાયટીમાં એક ટ્રેક્ટરને આકર્ષક રીતે સજાવી તે ટ્રેક્ટરમાં રાણીસતી માતાજી, જીણમાતાજી, શાંકબરી માતાજી, મનસા માતાજી, નવગ્રહ નાં દેવતાઓ, તેમજ અગ્રસેન મહારાજની મૂર્તિને મૂકવામાં આવી હતી. દેવી દેવતાઓથી બિરાજમાન ટ્રેક્ટર અશ્વમેઘના રથ જેવો જોવા જેવો લાગતો હતો. હિન્દુ સમાજના સહુ કોઈ લોકો મૂર્તિઓના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા.આજ રોજ પ્રજાસત્તાક દિન હોવાથી શોભાયાત્રાના રથ પર તિરંગો રથની શોભા વધારતો હતો. ત્યારબાદ શોભાયાત્રા દરમ્યાન ડી.જે સાઉન્ડ દ્વારા ભજન અને ગરબાની રમઝટ સાથે અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું. દેવીદેવતાઓના જયકારા સાથે સંપૂર્ણ નગરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે શોભાયાત્રા નગરના દરેક વિસ્તારમાં ફરી હતી. શોભાયાત્રામાં સહુ કોઈ લોકો ધોતી-ઝભ્ભો તેમજ ઝભ્ભા-પજામા માં તેમજ મહિલાઓ ચૂંદડીની સાડીના ભારતીય પહેરવેશમાં સજ્જ થયેલ જોવા મળતા હતા તેમજ પુરુષોએ પહેરેલ પાઘડી દરેકની શોભા વધારતી હતી. આ શોભાયાત્રામાં ૧૦૦૮ સંત શ્રી દયારામજી મહારાજ જોડાયા હતા, દરેક વિસ્તારમાં દરેક સમુદાય દ્વારા સંત દયારામજી મહારાજનું માળા પહેરાવી સ્વાગત કર્યું હતું અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. દરેક સમુદાય દ્વારા પુષ્પો થી દેવી દેવતાનું સ્વાગત તેમજ આરતી કરવામાં આવી હતી તેમજ શોભાયાત્રામાં ઉપસ્થિત સહુ લોકો માટે પાણી તેમજ ઠંડાપીણાની વ્યવસ્થા કરી હતી. આ શોભાયાત્રામાં મોટાં પ્રમાણમાં નગરના સહુ સમુદાયના લોકો જોડાયા હતા. શોભાયાત્રામાં નગરના મઠ ફળીયામા આવેલ કાલકા માતા મંદિરે થી દરેક મહિલાઓ દ્વારા કળશ લેવામાં આવ્યા હતા તેમજ માતાજીના હાજરા હજુર ગણાતી જ્યોત યાત્રા કાલકા માતા મંદિરે થી ગીતા મંદિર સુધી કાઢવામાં આવેલ હતી છેલ્લે ગીતા મંદિર ખાતે સહુ મહિલાઓના કળશ ઉતારી દેવીદેવતાઓની પૂજા આરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઉપસ્થિત સહુ કોઈને આવા પવિત્ર પ્રસંગે હાજર રહેવાનું સૌભાગ્ય મળતા પોતાને ધન્ય અનુભવતા હતા. ખૂબ સુંદર વાતાવરણ વાંચે ભવ્ય શોભાયાત્રા પુરી કરવામાં આવી હતી. ગીતા મંદિર આયોજન કમિટિ દ્વારા બી.બી. પાર્ટી પ્લોટ પર માતારાણીનાં ભવ્ય જાગરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ જાગરણ ઈન્દોરના પ્રસિદ્ધ કલાકાર પંડિત ગોપાલજી મિશ્રા અને તેમની ટીમના કલાકારો દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યો હતો. જાગરણના ભજન દરમિયાન વચ્ચે વચ્ચે વિભિન્ન ઝાંખીઓએ ભક્તોનું મન જીતી લીધું હતું. સહુ કોઈ ઉપસ્થિત ભક્તોએ જગરાતાનો લ્હાવો મેળવ્યો હતો








