DAHOD

સંજેલી ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી

તા.27.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી

 

તાલુકા ભરમાં આન બાન સાથે રંગેચંગે ઉજવણી થઈ માંડલી ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકાના માંડલી ગામે આવેલ આદિવાસી આશ્રમ શાળા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંજેલી મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં ગ્રામજનો,અને આગેવાનો,જોડાયા હતા સૌ લોકોએ ધ્વજવંદન સલામી અર્પી હતી પોલીસ જવાનો,હોમગાર્ડના જવાનો પરેડ યોજી ધ્વજવંદન સલામી અર્પી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં દેશ ભક્તિના ગીતો પર બાળકોએ નૃત્યો રજૂ કર્યા હતા, જેમાં બાળકોએ દેશ ભક્તિ ના નૃત્યો રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું,બાળકોનો જુસ્સો અને હુમર બુલંદ થાય તે આશયથી તેઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી સન્માનિત કરાયા હતા સંજેલી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ગ્રામજનો,નાગરિકો,અને આગેવાનો વડીલો જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button