DAHOD
શ્રી બીપી હાઈસ્કૂલ લીમડી ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી

તા.26.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
શ્રી બીપી હાઈસ્કૂલ લીમડી ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
૭૪ મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે તારીખ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૩ ગુરૂવાર ના આજ રોજ સવારે 9 કલાકે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન શ્રી બીપી હાઈસ્કૂલ લીમડી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી, ઝાલોદ આર.આર.ગોહેલ ના વરદ્ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
શ્રી બીપી હાઈસ્કૂલ ના સંપૂર્ણ સ્ટાફ વિદ્યાર્થીઓ અને લીમડી પોલીસ સ્ટેશન ના PSI ડામોર સાહેબ સાથે પોલીસ સ્ટાફ, ગ્રામ પંચાયત ના તલાટી સાહેબ અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ તથા અગ્રણીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
[wptube id="1252022"]








