KUTCHMANDAVI

નાની ખાખર વિકલાંગ જીવન વિકાસ મંડળ ખાતે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ.

26-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના નાની ખાખર વિકલાંગ જીવન વિકાસ મંડળ ખાતે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી સંસ્થાના મંત્રીશ્રી હોથૂજી પી.જાડેજાના હસ્તે ત્રિરંગો લહેરાવીને કરવામાં આવેલ. સંસ્થાનાં ઉપપ્રમુખશ્રી હિરાલાલભાઈ ઊકાણી, અજીતસિહ સમા, માનસંગજી સોઢા, વ્યવસ્થાપકશ્રી ખુશાલ ગાલા, કાર્તિકસિહ જાડેજા, તેમજ સંસ્થા ખાતે રહેતા દિવ્યાંગ અંત્યવાસીઓ અને આજુબાજુના વિસ્તારમાંથી આવેલા દિવ્યાંગજનોએ સામૂહિક રાષ્ટ્રગીત ગાયેલ અને દેશની આન, બાન, શાન સમા ત્રિરંગાને ગૌરવભેર સલામી આપેલ.

[wptube id="1252022"]
Back to top button