HALOLPANCHMAHAL

હાલોલ:જેપુરા કેન્દ્રવર્તી શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

તા.૨૬.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના જેપુરા શાળામાં પ્રજાસત્તાક દિન ની ઉજવણી ખૂબ ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી.ગામની દીકરી સ્વેતાબેન ના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું.ત્યારબાદ શાળાના બાળકો દ્વારા 10 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં સ્વાગત ગીત,અંગ્રેજી સાંગ ,અભિનયગીત,પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા માટેનું નાટક ,રાજસ્થાની નૃત્ય, આદિવાસી નૃત્ય,હાસ્ય નાટક ,શિક્ષણ વિશે વક્તવ્ય, પિતા વિશે વક્તવ્ય,જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરી બાળકોએ વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાલીઓ દ્વારા 5000 રૂપિયા જેટલી રકમ પ્રોત્સાહન સ્વરૂપે મળી હતી.શાળા ના આચાર્ય અતુલકુમાર પંચાલે પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાંનો સંકલ્પ લેવડાવ્યો હતો.તેમજ સનફાર્મા કંપની દ્વારા કર્તવ્ય પ્રોજેકટ અંતર્ગત આપણી શાળામાં પ્લાસ્ટિક લેવા માટે ગાડી આવે છે તે પણ જણાવ્યું અને આપના ઘરે રહેલું નકામું પ્લાસ્ટિક શાળામાં મોકલી આપવા જણાવ્યું હતું.કાર્યક્રમ જોવા આવેલ સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button