GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના મલાવ પ્રાથમિક શાળામાં થઈ ૭૭મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી.

તારીખ ૧૫ ઓગસ્ટ
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં ૭૭મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના અગ્રણી વડીલો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.નંદી એન્ટરપ્રાઇઝના ઓનર હાર્દિકભાઈ દ્વારા સૌ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને ગ્રામજનો દ્વારા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું. વળી, નિવૃત્ત આર્મીમેન ધર્મેન્દ્રભાઈ,નંદી એન્ટરપ્રાઇઝના ઓનર હાર્દિકભાઈ તથા અગ્રણી યુવાન સુનિલભાઈ દ્વારા શાળાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે નિષાદકુમાર ભોઈનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]