
દુષ્કર્મ કેસનો લંપટ આસારામ દોષીત સાબિત થયો છે. જેને ગાંધીનગર કોર્ટે આજે આશારામને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકારે આજીવન કેદની સજાની માંગ કરી હતી તો બચાવ પક્ષે આસારામને ઉંમરના કારણો ઓછી સજાની માગ કરી હતી. ગાંધીનગર સેસન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં ચુકાદો આપ્યો છે. જેમાં તેને દોષિત જાહેર કર્યો છે. તમામ પુરાવાઓા મુલ્યાંકન કરીને કોર્ટે ચૂકાદો આપ્યો છે. વર્ષ 2001માં દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કર્યો છે. આસારામ સામે થયેલ દુષ્કર્મ કેસને ઝડપી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ કેસમાં બમણી ગતિએ કાર્યવાહી થઈ હતી.
આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા.
એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી. ત્યારબાદ સગીરા સાથે રેપનાં આરોપમાં જેલમાં બંધ આસારામે કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.
સુરતની બે બહેનોએ 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં નારાયણ સાંઈ અને આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કર્યો હતો. જેને પગલે વર્ષ 2013માં બે બહેનો પૈકી નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. નાની બહેનનો કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોઈ આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલતો હતો.










