
તા.21.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
પરિવાર થી વિખૂટી પડેલ યુવતીને સુરક્ષિત આશ્રય અપાવતા 181 મહિલા અભયમ ટીમ દાહોદ

ગત રોજ એક ત્રાહિત વ્યક્તિ એ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી જણાવેલ કે એક યુવતી દર્પણ સિનેમા રોડ દાહોદ ખાતે બેસી રહેલ છે જેને મદદ પહોચાડવા અભયમ રેસ્ક્યું ટીમ દાહોદ સ્થળ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરતા તે સ્પષ્ટ જણાવી સકતી ના હતી પરતું જાણી શકાયું કે તે બિહાર રાજ્ય ની હોય અને પરિવાર થી કોઈ કારણસર વિખૂટી પડી હોય તેમ જણાતું હતું. યુવતી ડરી ગયેલ બીમાર જેવી હોય તેને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર મા રાખવામાં આવેલ છે આં સાથે ના ફોટો વાળા મહિલાની કોઈ ને જાણકારી મળે તો અભયમ અથવા સખી વન સ્ટોપ સેન્ટર દાહોદનો સંપર્ક કરવો જેથી પરિવાર ને સોંપી સકાય.
[wptube id="1252022"]








