JUNAGADHKESHOD

ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા, પાલડી શાખા તેમજ અર્પણ ફાઉન્ડેશન અને યુએસએ વાળા નગીનભાઈ જગડા પરિવારના આર્થિક સહયોગથી દિવ્યાંગ લોકોને કૃત્રિમ પગ, હાથ, કેલીપર તેમજ વોકર વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

– આ કાર્યક્રમની શરૂઆત કેશોદના પ્રથમ નાગરિક નગરપાલિકા ના પ્રમુખ લાભુબેન પીપળીયા, ઉપપ્રમુખ ગોરાંગભાઈ વ્યાસ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, વિનય આશ્રમના મહંતશ્રી વગેરેની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી આ દીપ પ્રાગટ્યમાં મહેમાનો ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખશ્રી જગમાલભાઈ નંદાણીયા , ખજાનચી દિનેશભાઈ કાનાબાર તેમજ કારોબારીના સભ્યો શ્રી દ્વારા કરવામાં આવેલું હતું અમદાવાદ પાલડી શાખામાંથી આવેલા ડોક્ટરો દ્વારા દિવ્યાંગોને માપ લઈ કૃત્રિમ પગ, હાથ, કેલીપર તેમજ વોકર ઘોડી વગેરે નું વિતરણ કરવામાં આવેલું હતું આ કેમ્પમાં સો જેટલા લાભાર્થીઓને વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી આશરે 12 લાખ રૂપિયા દાતાશ્રી નગીનભાઈ જગડા પરિવાર દ્વારા આપવામાં આવેલ હતા આ કાર્યક્રમનું સંચાલન આર. પી. સોલંકી દ્વારા કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટ :- અનિરૂધસિંહ બાબરીયા કેશોદ

[wptube id="1252022"]
Back to top button