GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતેથી કળશ યાત્રાનો પ્રારંભ

તા.૧૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

કળશની માટી સાથે સૌ નાગરિકોની વસુધૈવ કુટુમ્બકમની ભાવના પણ બળવત્તર થશે, મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

Rajkot: લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવાન્વિત કરવા હેતુ આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી રાજ્યના પાણી પુરવઠા અને અન્ન પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કળશયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મંત્રીશ્રી બાવળીયાએ માતૃભૂમિને વંદન કરી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા હેતુ “મારી માટી મારો દેશ” અભિયાન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ સમયે લોકોમાં રાષ્ટ્રભાવના જગાડી તમામ સમાજના લોકોને બંધુત્વની ભાવનાઓથી જોડવાનું કામ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કળશની વિંછીયાની માટી સાથે અહીંના નાગરિકોની વસુધૈવ કુટુમ્બકમની ભાવના પણ આગામી દિવસોમાં દિલ્હી ખાતે એકત્ર થશે તેવી અભ્યર્થના મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે વિંછીયા ગામની બાળાઓએ મંત્રીશ્રીને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા. મંત્રીશ્રીએ વિંછીયા ખાતે માટીના કળશને આવકારી નાગરિકોના હસ્તે અર્પિત માટી લઈ કળશ યાત્રા કરી હતી.

આ તકે વિંછીયાના સરપંચશ્રી ચતુરભાઈ રાજપરા, ઉપસરપંચશ્રી ધનાભાઈ, પંચાયત સભ્યશ્રી રમેશભાઈ રાજપરા, રાજુભાઈ બાવળીયા, દિલીપભાઈ મકવાણા, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી કડવાભાઈ, આગેવાનશ્રી અશ્વિનભાઈ સાકરીયા, નાથાભાઈ વાસાણી, મોહનભાઈ રોજાસરા,ભુપતભાઈ રોજાસરા વગેરે મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button