
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ તથા પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકો મહત્તમ રીતે સિદ્ધ કરવાના ઉદેશ્યથી, ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ યોજનાઓ સંદર્ભે દરેક તાલુકા દીઠ વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ડાંગના નિયામક શ્રી શિવાજી તબિયાડના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના સદસ્યશ્રીઓ તમામ સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, તલાટીઓ, તેમજ ગ્રામ વિકાસની વિવિધ યોજના તમામ કર્મચારીઓને ગ્રામ વિકાસ અંતર્ગત ચાલતી યોજનાઓ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), મનરેગા, NRLM, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વિગતવાર માહિતી માટે, તાલુકા દીઠ એક વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ વર્કશોપમા યોજનાના શાખા અધિકારી દ્વારા યોજનાકીય માહિતી અંગેના પ્રેઝનટેશન રજૂ કરાયા હતા








