
૧૫-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ધોરડો સફેદ રણ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવના બીજા દિવસે બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યને ધોરડો સફેદ રણની મુલાકાત લઈને આંતરરાષ્ટ્રીય પતંગ બાજો સાથે પતંગ ચગાવીને મકરસંક્રાતિની મજા માણી હતી. કચ્છના સફેદ રણને અદભુત ગણાવતા તેમણે પ્રવાસીઓને એક વખત અચૂક કચ્છની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

[wptube id="1252022"]







