
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી જિલ્લામાં રવિવારે એન.સી.સી.ના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત દાદર નગર હવેલી, દમણ અને દીવ એન.સી.સી. દ્વારા ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ થીમ પર દાંડી થી દિલ્હી જનારી મોટરસાઈકલ રેલીનું ફ્લેગ ઓફ રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નેશનલ સલાટ સત્યાગ્રહ મેમોરીયલના પ્રાંગણથી કરવામાં આવ્યું હતું તથા ગાંધીજીના દાંડીકૂચ મૂલ્યોનું અનુકરણ કરતા સાબરમતી આશ્રમથી દાંડી સુધી યોજાયેલી સાયકલ રેલીનો ફ્લેગ ઇન મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ હસ્તે થયું .
આ પ્રસંગે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે , રાષ્ટ્રની સ્વતંત્રતાની લડતમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રા હતી અને આજે આ ઐતિહાસિક સ્થળ પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભરની પ્રેરણાથી શરુ થયેલી સાબરમતી થી દાંડીની સાઈકલ રેલી અને દાંડી થી દિલ્હી જનારી મોટરસાઈકલ રેલી NCCકેડેટ્સના જીવનમાં અનુશાસન , સમર્પણ ,દેશ સેવા અને નેતૃત્વ જેવા ગુણોનું સિંચન કરશે . ગુજરાત NCCને મોટરસાઈકલ રેલીની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવતા સાથે NCC કેડેટ્સ આગળ પોતાનું કૌશલ્ય ઓળખી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકર કરવામાં પોતાનું યોગદાન આપી ૨૧મી સદી ભારતની સદી બનાવે તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત દાદર નગર હવેલી, દમણ અને દીવ એન.સી.સી. એ.ડી.જી(A.D.G) શ્રી અરવિંદ કપૂર જણાવ્યું , ‘મહાત્મા ગાંધીની દાંડી યાત્રાએ પણ આત્મનિર્ભરતા તરફ ભારતની યાત્રાનું પ્રથમ પગલું ચિહ્નિત કર્યું હતું , જેનો આજે આપણે ગર્વથી કરીએ છીએ. જેને અનુસરી NCCના 75મા વર્ષના અંતર્ગત દમણ ગંગા NCC વતી 1300 કિલોમીટર લાંબી ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ થીમ આધારિત મોટરસાઇકલ રેલીનું આયોજન કરેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારતની યાત્રાને દર્શાવવાનો છે. રાઇડર્સની ટીમ, દાંડી ખાતે બનેલું મીઠું અને ‘ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ’ (BISAG)ના સહયોગથી NCC દ્વારા વિકસાવવામાં આવેલ સોફ્ટવેર પ્રોગ્રામને ‘ દિલ્હી લઈ જવાશે જ્યાં ૨૮ જાન્યુઆરી ૨૦૨૨નાં રોજ NCCની પી.એમ રેલીમાં વડાપ્રધાનશ્રીને સમર્પિત કરવામાં આવશે.
કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાત રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને NCCના એ.ડી.જી શ્રી અરવિંદ કપૂર દ્વરા સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા .‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ મોટરસાઈકલ રેલીને સફળ બનાવવા ઉદેશથી જાવ (JAWA) મોટરસાઈકલ કંપનીએ મોટરસાઈકલની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી સાથે બે મોટરસાઈકલ ભેટમાં આપેલ હતી.
NCC કેડેટ્સની ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ ભવ્ય કાર્યક્રમમાં મોટરસાઈકલનાં બાઈકર્સ, સાયકલ રેલીમાં સાઈક્લીસ્ટોનો ઉત્સાહ વધારવા નવસારી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન .પી.જોષી તથા અન્ય અધિકારીગણ પણ હાજર હતા.