
- ૧૫-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- પશ્ચિમ કચ્છ ભુજના લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ ને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા મીઠુભા વાધેલા રહે કીડાણા તા.ગાંધીધામ તથા શામભા પથુભા જાડેજા રહે. વરસામેડી તા.અંજાર વાળા તથા સુરજીત શંકર તીવારી રહે.ગાંધીધામ વાળાઓએ . શામજી જેસંગ ચાવડા (આહિર) રહે. મોડસર તા.અંજાર વાળાની કબ્જા ભોગવટાની વાડીમાં બનાવેલ ઓરડીમાં કે જે વાડી ભુજ તાલુકાના ઉખડમોરા ગામના પાટીયાથી કનૈયાબે તરફ જતા રોડ પર આવેલ પુલીયા થી થોડેક આગળના ભાગે નાયરા પેટ્રોપપ આગળ જમણી તરફ કાચા રસ્તે આવેલ છે તે જગ્યાએ ઉપરોકત ત્રણેય જણાઓએ ભેગામળી બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મગાવી તે દારૂના જથ્થાને સગેવગે કરવાની પેરવીમાં છે તેવી બાતમી હકીકત આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા તો ત્યાં થી મળી આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મેકડોવર્લ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ – ૯૫૨૮, કી.રૂ,૩૫,૭૩,૦૦૦/-,રોયલ સ્ટેગ સુપેરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ – ૪૮૦ કી.રૂ,૧,૯૨.૦૦૦/-,રોયલ ચેલેન્જ ક્રાઇન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ-૬૦૦,કી.રૂ. ૩,૧૨૦૦૦/-,ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ-૧૮૦૦ – કી.રૂ,૭,૨૦,૦૦૦/-અને વિદેશી દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ વાહન મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર- GJ12-CG-6818 કિં,રૂા,૨,૦૦,૦૦૦/-મોબાઇલ ફોન નંગ – 03 કિંમત રૂ.૧૦, ૫૦૦/-રાઉટર નંગ – ૦૧, કિંમત રૂ.૫૦૦/-ના કુલ કબજે કરેલ મુદ્દામાલ કિં.રૂ,૪૭,૯૭.૦૦૦/-.ના મુદ્દામાલ સાથે શામભા શુભા જાડેજા રહે વરસામેડી તા.અંજારવાળો હાજર મળી આવેલ તેમજ હાજર નહીં મળી આવેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પધ્ધર પોલીસ સ્ટેશનોમાં સોંપવામાં આવેલ.














