
14-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
માંડવી કચ્છ :- મકરસંક્રાતિ ના પાવન પર્વ પ્રસંગે વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર મધ્યે જરૂરીયાતમંદ બે દિવ્યાંગ જનોને સંસ્થા તરફથી ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવેલ તદઉપરાંત વીસ જેટલા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરીવારોને આ પ્રસંગે દાતાશ્રી અક્ષરનિવાસી વિશ્રામભાઈ લાલજીભાઈ વિરાણી હસ્તે વિજય અને લક્ષ્મીકાંત ગામ વેકરા હાલે યુ. કે. તેમજ દાતાશ્રી હિરેન મધુસુદન ચૌહાણ પાટણ ના આર્થિક સહયોગથી ચિક્કી, અડદિયા અને ફરસાણ નુ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં માંડવી તાલુકા સરપંચ સંગઠન ના પ્રમૂખશ્રી કનુભા જાડેજા, સંસ્થા ના ઉપપ્રમુખશ્રી હિરાલાલભાઈ ઉકાણી, મંત્રીશ્રી હોથુજી પી. જાડેજા, રણછોડભાઈ પટેલ વગેરે મહાનુભવો ઉપસ્થીત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા ના વ્યવસ્થાપક ખુશાલ ગાલાએ જહેમત ઉઠાવેલ.

[wptube id="1252022"]







