
2-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા વર્ષ – 2022/23 માં કચ્છ જિલ્લા લેવલે લેવાયેલ હિન્દી વિષયના નિબંધની પરીક્ષામાં બંને બાપ – દીકરી જિલ્લા લેવલે પ્રથમ નંબરે આવેલ છે.જેમાં ભરતભાઈ વી. ધરજીયા જે હાલ ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ છે. અને તે ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને આ વર્ષે જિલ્લા લેવલે લેવાયેલ હિન્દી પરીક્ષામાં કોલેજ કક્ષાના નિબંધ જેનો વિષય હતો
*” આત્મ નિર્ભર બને ”*
જે વિષયમાં ભરતભાઈ ધરજીયા જિલ્લા લેવલે પ્રથમ નંબરે પાસ થયા છે.તેમજ તેમની પુત્રી વર્ષા ભરતભાઈ ધરજીયા જે હાલે અંજાર તાલુકાની કે.કે એમ.એસ. ગર્લ્સ હાઇસ્કુલ માં ધોરણ – 9/B માં અભ્યાસ કરે છે. જેમને આ વર્ષે જિલ્લા લેવલે લેવાયેલ હિન્દી પરીક્ષામાં ધોરણ – 9 થી 10 કક્ષાના નિબંધ જેનો વિષય હતો
*”માનવતા ઔર માતૃભાષા”*
જેમાં તેમને પણ કચ્છ જિલ્લામાં પ્રથમ નંબરે પરીક્ષામાં પાસ કરી કે.કે એમ.એસ. ગર્લ્સ હાઇસ્કુલ અને ધરજીયા પરિવારનું નામ રોશન કરેલ છે.આ અગાઉ પણ ભરતભાઈ ધરજીયા વર્ષ – 2020 માં હિન્દી વિષયની રત્ન પરીક્ષામાં ભારત લેવલે પ્રથમ નંબરે પાસ થયા હતા. અને વર્ષ – 2018 માં તેમને હિન્દી વિષયની કોવિદ પરીક્ષા પણ ગુજરાત લેવલે પ્રથમ નંબરે પાસ કરેલ છે. ગયા વર્ષે તેમનો દીકરો અશ્વિન ભરતભાઈ ધરજીયા જે ધોરણ – 12 માં કોમર્સમાં એકાઉન્ટીંગ વિષયમાં કચ્છ જિલ્લા લેવલે પ્રથમ નંબરે પાસ થયેલ છે. આમ ઉતરોતર પ્રગતિ કરવા બદલ તેમજ ધરજીયા પરિવારનું નામ રોશન કરવા બદલ તેમને શુભેચ્છા પાઠવવામાં આવે છે.








