
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
કુંવરજી બાવળીયાએ અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી,મેશ્વો જળાશય યોજના ખાતે નિરીક્ષણ કર્યું

અરવલ્લી જિલ્લાની મુલાકાતે કુંવરજી બાવળીયા જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી પધાર્યા હતા. જેઓએ શામળાજી ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, ત્યારબાદ મેશ્વો જળાશય યોજના અંતર્ગત ભીખુસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતાના મંત્રીશ્રી અને પી. સી.બરંડા, ધારાસભ્ય ભિલોડા સાથે અન્ય વિભાગીય અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારિ ઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.અરવલ્લી જિલ્લા મેશ્વો જળાશય યોજના અને મેશ્વો ઉદવહન યોજના અંતર્ગત થતા કામોનું નિરક્ષણ કર્યું હતું જેનાથી અનેક ગામોમાં સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે.સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરી હતી.તમામ જગ્યા ઉપર નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.









