
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના વાઘોરા ગામનું એક તળાવ ઊંડા કરવાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ, તળાવ પણ બાકીના રાખ્યું રૂપિયા ખાવામાં..!!

મેઘરજ તાલુકાના વાઘોરા ગામનું એક તળાવ ઊંડા કરવાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો જેમાં તળાવ બાબતે પાંચ વર્ષ પહેલા કરેલી ઊંડાઈ ને જ રીપેર કરી નવી બનાવેલ હોવાનું જાણવા મળ્યું છે હાલ ઉનાળાના સમયે દરેક ગામડાઓમાં પાણીની બહુ તંગી હોય છે ગ્રામજનો પાણીના ફાફા મારતા હોય છે તળાવમાં ઓટ વારુ પાણી જ્યાં નિકરે છે દીવાલ તુટેલ હોવાને કારણે બે થી અઢી ફૂટ પાણી ચોમાસામાં જ નીકળી જતું હોય દરેક તળાવમાં તો ઉનાળામાં ક્યાંથી પાણીનો બચાવ થાય
26 વર્ષ પહેલા પથ્થર થી ચણતર કરીને તળાવમાં ઓટ વારુ પાણી જ્યાં નિકરે છે તે પથ્થરની બનાવેલ દીવાલો અત્યારે બિલકુલ તૂટીને તણાઈ ગયેલા તો કોઈ સિંચાઈ વિભાગને તપાસ કરીને ધ્યાન આપવું જોઈએ અને ખોટા ખર્ચા કરવા કરતાં આ દીવાલનું બાંધકામ રીપેરીંગ કરાવવું જોઈએ તે જરૂરી છે તે સાથે જાગૃત નાગરિકે રોષ ઠાલવી સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કર્યો હતો









