JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

ઈન્ચાર્જ કલેકટર શ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રજાલક્ષી પ્રશ્નોનો સત્વરે નિરાકણ લાવવા સૂચના આપવામાં આવી

જૂનાગઢ તા.૧૫   ઈન્ચાર્જ  કલેકટર શ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા અને અરવિંદ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જમીન માપણી, પેશકદમી, વિકાસલક્ષી કામો સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રીએ જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૌધરી, નાયબ વનસંરક્ષક ગીર પશ્ચિમ શ્રી પ્રશાંત તોમર, નાયબ વન સંરક્ષક જૂનાગઢ વિભાગ શ્રી અક્ષય જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી તેમજ  સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button