CHOTILAGUJARATSURENDRANAGAR

ચોરવીરા આંગણવાડી કેન્દ્ર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

તા.14/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોરવીરા આંગણવાડી કેન્દ્ર ખાતે મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન (તોલમાપ) સુરેન્દ્રનગર, BIS (બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ) તથા આરોગ્ય કેન્દ્ર ચોરવીરા દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા અધિકારી જે.એચ.આડેસરા દ્વારા “જાગો ગ્રાહક જાગો“ અંતર્ગત ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોએ ખરીદી દરમ્યાન કઈ બાબતોનું ધ્યાનમાં રાખવી તે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી વધુમાં તેમણે બાળકોના સારા સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે વાલીઓને અપીલ કરી હતી આ કાર્યક્રમમાં BIS અધિકારી પ્રહલાદ પટેલ દ્વારા ગ્રાહકોને ISI માર્કવાળી વસ્તુ, સોનાના હોલમાર્ક HUID વિશે સમજણ આપી હતી તેમજ સોનાના દાગીના ખરીદી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ગ્રાહકોને ISI માર્ક, HUID વિશે APPLICATION મારફતે સમજ આપી હતી. આરોગ્ય અધિકારી દ્વારા બાળકોને આરોગ્યને લગતા પ્રશ્નો અંગે સમજણ આપી સારા સ્વાસ્થ્ય માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા અધિકારી જે એચ આડેસરા, કમ્યુનીટી હેલ્થ ઓફીસર યાત્રીબેન, ફિમેલ હેલ્થ વર્કર કાજલબેન તથા ગ્રામજનો જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button