સુરેન્દ્રનગરનો વિધાથી કોઈપણ જાતના ટયુશન કે કોચીંગ વગર જાત મહેનત પર IIT માં પ્રવેશ મેળવ્યો

તા.14/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આજથી નવું શૈક્ષણિક સત્ર શરું થાય છે અને મોટાભાગના વાલીઓ એવું માને છે કે પોતાના બાળકને વઘુંમાં વધું ફી લેતી શાળામાં ડોનેશન આપીને કે લાગવગથી પ્રવેશ મેળવી લઈએ એટલે એ તેજસ્વી બની જશે એ બહું મોટી ભ્રમણા છે પોતાના બાળકોને મોંઘા ટયુશન કલાસ કે તગડી ફી ઉઘરાવતા કોચીંગ કલાસીસમાં ભણાવીએ તો એ મોટો થઈને મહાન માણસ બની જાય એ વાતને સાવ જ ખોટી સાબીત કરતો એક કીસ્સો ઝાલાવાડના સુરેન્દ્રનગરમાં બન્યો છે વાત એમ છે કે સુરેન્દ્રનગરના રહેવાસી શિવમ અમિતકુમાર રાવલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A ની બોર્ડની પરીક્ષામાં 97.88 પર્સેન્ટાઇલ સાથે ઉતિર્ણ થયો ત્યાર બાદ JEE સેસન 1 માં 98.06 પર્સેન્ટાઇલ અને JEE સેસન 2 માં 97.39 પર્સેન્ટાઇલ તથા JEE એડવાન્સ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી IIT માં કવોલીફાઈ થઈ એણે સમસ્ત ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે પરંતુ સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે શિવમે કોઈ પણ જાતના ટ્યુશન કે કોચિંગ ક્લાસિસ લીધા વગર આ પરિણામ મેળવ્યું છે આજના યુગમાં શિવમ્ એક પ્રેરણા બનીને સમાજને સંદેશ આપે છે કે મધ્યમવર્ગી પરિવારમાં રહીને તેમજ કોઈપણ જાતના ટયુશન કે કોચીંગ વગર પણ IIT જેવી સંસ્થામાં પ્રવેશ મેળવી શકાય છે શિવમે સમગ્ર બ્રહ્મસમાજ અને ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે.





