
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના જેમના અને લાલકુપા ગામે આંગણવાડી માં મહિલા કાર્યક્રમ યોજાયો,ઘરેલુ હિંસા કાયદાની જાણકારી આપવામાં આવી.

કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ સંચાલિત વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા મેઘરજ તાલુકાના જેમના અને લાલકુપા ગામે આંગણવાડી માં મહિલા કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમ માં સગર્ભા અને ધાત્રી મહિલા ઓ અને બાળકો,કિશોરી ઓ હાજર રહી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માં સૌ પ્રથમ પ્રાર્થનકારી કાર્યક્રમ નો હેતુ સમજાવી કેન્દ્ર ની માહિતી આપી ત્યાર બાદ સરકારી યોજના ઓ ની માહિતી આપવા માં આવી તેમજ ઘરેલુ હિંસા કાયદા ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.બંને ગામે સંસ્થા ના અને કેન્દ્ર ના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ માં ખાસ કરીને વિધવા સહાય, વ્હલી દીકરી યોજના, વૃદ્ધ સહાય,મહિલા સ્વાવલબન યોજના જેવી મહિલા લક્ષી યોજનાકીય વિગતવાર માહિતી આપી અંતે આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવા માં આવ્યો હતો. ગામની મહિલાઓ એ ખુબ સરસ રીતે માહિતી મેળવી હતી.









