
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : કેમ કોઈ અધિકારી નથી કરતા તપાસ..? અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ક્યારે અટકશે, RCC રોડમાં હલકી ગુણવત્તાના આક્ષેપ

અરવલ્લી જિલ્લામાં જાણે ભ્રષ્ટાચાર ખતમ થવાનું નામ ના લેતા ફરી એક વાર વિકાસના કામોમાં હલકી ગુણવતા જોવા મળતા હવે શહેરી વિસ્તારમાં પણ બૂમો પડી છે વાત છે મોડાસામાં આવેલ દેવભૂમિ સોસાયટીમાં પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા RCC રોડમાં હલકી ગુણવત્તાના આક્ષેપ સાથે કરેલી CO ને અરજી બાદ પણ કોઈ તપાસ નહી થતા અનેક સવાલો ઉભા છે હાલ કામ પૂર્ણતાના આરે છે છતાં કેમ તપાસ થતી નથી તે પણ સવાલ ઉભો છે
મોડાસા શહેરના ડીપ વિસ્તારની દેવભૂમિ સોસાયટીમાં ચાલતી RCC રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાની હોવાના આક્ષેપ સાથે સોસાયટીના એક રહીશે ચીફ ઓફિસરને 27 મેં નારોજ તપાસ કરવા લેખિત અરજી કરી હતી,રોડની કામગીરી પૂર્ણતાને આરે હોવા છતાં આજ દિવસ સુધી એકપણ જવાબદાર અધિકારીએ સ્થળ તપાસ ના કરતા, રહીશોએ કરેલી CO ને અને રોડની તસવીરો સોશિયલ મીડિયામાં અરજી વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો હતો.હવે જોવાનું એ રહ્યું કે શું આ બાતે અધિકારીઓ તપાસ કરશે કે પછી કોન્ટ્રાકટર ને બિલ પાસ કરાવી આપશે









