વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.
મુંદરા, તા-06 જૂન : અદાણી પોર્ટ મુંદ્રા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) ખાતે 5મી જૂને વિશાળ વૃક્ષારોપણની ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતું.
#WorldEnvironmentDay2024 અંતર્ગત પર્યાવરણની સેવા કાજે આયોજીત વૃક્ષારોપણ અભિયાનમાં કંપનીના કર્મચારીઓએ 1000 વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો હતો.અદાણી જૂથ હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે પર્યાવરણનું જતન કરવા પ્રતિબદ્ધ છે. પર્યાવરણ દિવસ 2024ની થીમ #RestoreOurEarth અંતર્ગત APSEZ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. APSEZ પરિસરમાં વૃક્ષારોપણ અભિયાન ઔદ્યોગિક વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્યની સાથોસાથ વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ ઉપયોગી નીવડશે.APSEZ મુન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે "અમે સદૈવ પર્યાવરણીય ટકાઉપણા માટે પ્રતિબદ્ધ છીએ. આ વૃક્ષારોપણ અભિયાન એ તેનો પુરાવો છે. અમે માનીએ છીએ કે હરિયાળા ભવિષ્ય તરફનું પ્રત્યેક પગલું આપણી પૃથ્વીના રક્ષણ માટે છે. આ અભિયાનમાં જોડાવવા અમે સૌને પ્રોત્સાહિત કરીએ છીએ." ચાલુ વર્ષે વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે, જેમાં સમગ્ર સપ્તાહ દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યશાળાઓનો સમાવેશ થાય છે. વળી તેમાં ટકાઉ પ્રથાઓ, જાગૃતિ ઝુંબેશ અને વેસ્ટ મેનેજમેન્ટ પહેલો વિશે જાગૃતિ કેળવવાનો પણ સમાવેશ થાય છે.APSEZ મુન્દ્રાની પર્યાવરણીય કારભારી માટે પ્રતિબદ્ધતા ઔદ્યોગિક સંસ્થાઓ માટે સકારાત્મક ઉદાહરણ પ્રસ્તુત કરે છે.પર્યાવરણ સંરક્ષણની આ પહેલ ટકાઉ ભવિષ્ય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.આજે દુષ્કાળ, શુષ્ક હવામાન, આબોહવા પરિવર્તનનો ખતરો આપણી ઇકોસિસ્ટમમાં વધુ તનાવ પેદા કરે છે. પર્યાવરણવિદો માને છે કે સ્વસ્થ ઇકોસિસ્ટમથી જ આપણે લોકોની આજીવિકા વધારી, જળવાયુ પરિવર્તનનો પ્રતિકાર અને જૈવવિવિધતાના પતનને રોકી શકીએ છીએ.







